મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: MORNING BULLETIN / પાકિસ્તાનની સ્થિતિ કથળી, 1 નવેમ્બરે દિલ્હીમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, પેન્શનરોને લોટરી

Video: MORNING BULLETIN / પાકિસ્તાનની સ્થિતિ કથળી, 1 નવેમ્બરે દિલ્હીમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, પેન્શનરોને લોટરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બ્રિટનમાં 25 ઓક્ટોબરે ઘડિયાળો ૧ કલાક પાછળ જશે! 

બ્રિટનમાં 25 ઓક્ટોબર, 2026ના રોજ સવારે ૨ વાગ્યે ઘડિયાળનો સમય 1 કલાક પાછળ ખસેડવામાં આવશે. આ સાથે, 'બ્રિટિશ સમર ટાઇમ' સમાપ્ત થશે અને દેશ 'ગ્રીનવિચ મીન ટાઇમ' પર પાછો ફરશે. આનાથી નાગરિકોને દરરોજ રાત્રે 1 કલાક વધુ ઊંઘ મળશે.

પાકિસ્તાનની સ્થિતિ કથળી

પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરનો ભાવ 8000 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. ઈરાન સરહદ બંધ થવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાને 17 ઓક્ટોબરે ઈરાન સાથેની સરહદ બંધ કરી દીધી હતી, જેના કારણે LPG ની આયાત બંધ થતા તેની કિંમતો 4,500 થી વધીને 8,200 રૂપિયા થઈ ગઈ છે.

1 નવેમ્બરે દિલ્હીમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન

'ભારત' ગઠબંધન દ્વારા 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં 'મત બચાવો - દેશ બચાવો' મેગા રેલી યોજાશે. કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે, જેમાં પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે સભાઓનું આયોજન કર્યું હતું. હરિયાણાથી 1 લાખ અને ઉત્તર પ્રદેશથી 50 હજાર લોકોને લાવવાનું લક્ષ્ય છે.

બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું, રેડ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સર્જાયેલું નીચું દબાણ IMD અનુસાર રવિવારે ડીપ ડિપ્રેશન અને સોમવારે સવાર સુધીમાં ચક્રવાતમાં ફેરવાશે. તે 145 થી 185 કિમીની ઝડપે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. 27 અને 28 ઓક્ટોબરે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર છે.

સરકારના 5મા પગાર પંચ હેઠળના પેન્શનરોને લોટરી

ગુજરાતમાં 5મા પગાર પંચ હેઠળના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે નાણાં વિભાગ દ્વારા મોંઘવારી ભથ્થું (DA) 1 જાન્યુઆરી 2024થી વધારીને 443% કરવામાં આવ્યું છે. અગાઉ આ દર 381% હતો. આ ઉપરાંત, 1 જુલાઈ 2021 થી 3 વર્ષના એરિયર્સની ચૂકવણી પણ કરાશે, જે હજારો પેન્શનરોને મોટી રાહત આપશે.

અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો

અમદાવાદમાં 25 ઓક્ટોબરે નર્મદા નહેરમાં પાણીના સ્તરમાં વધઘટને કારણે પાણી કાપ મુકાશે. કોતરપુર વોટર વર્ક્સને પૂરતું પાણી ન મળતા પૂર્વ અમદાવાદ, પાલડી, વાસણા, નારણપુરા સહિત 5 ઝોનમાં પાણી વિતરણ ઘટશે. આશરે 60 લાખથી વધુ લોકોને અસર થશે. 

આજનું રાશિફળ

આજે મેષ રાશિના જાતકો ખર્ચમાં સાવચેતી રાખે, વૃષભને લાભની તક મળશે, મિથુનને કારકિર્દીમાં પ્રગતિ મળશે, કર્કને માર્ગદર્શન મળશે, સિંહે નિર્ણયમાં ધીરજ રાખવી, કન્યા સંબંધોમાં સમજદારી રાખે, તુલાને કામમાં સફળતા, વૃશ્ચિકને સર્જનાત્મકતા, ધનુને પારિવારિક સુખ, મકરને સંવાદથી લાભ, કુંભે ખર્ચ ટાળવો અને મીનને આત્મવિશ્વાસથી આગળ વધવાની તક મળશે.ળશે.

આજનું પંચાંગ

આજે આસો સુદ ચૌદશ સવારે 11:56 સુધી અને ત્યારબાદ શરદ પૂર્ણિમા રહેશે. રેવતી નક્ષત્ર સાંજે 7:22 સુધી, હર્ષણ યોગ સાંજે 5:22 સુધી રહેશે. સૂર્યોદય સવારે 6:41 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:06 વાગ્યે થશે.

આજનો ઇતિહાસ

25 ઓકટોબર 1951ના રોજ ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીની શરૂઆત થઈ હતી, જે 1952 સુધી ચાલી હતી.

સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરો

જીવનમાં સફળ થવા માટે દરેક વખતે જીતવું જરૂરી નથી.

આ સમાચાર શેર કરો