મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: નીલગિરીમાં બર્લિયાર નજીક મેટ્ટુપાલયમ-ઊટી માર્ગ પર ભૂસ્ખલન, બસચાલકનું મોત

સોર્સ: gstv

તમિલનાડુના નીલગિરી જિલ્લામાં પાર્લિયાર નજીક ભૂસ્ખલનની દુર્ઘટનામાં સરકારી બસના ચાલક જાનગરાજનું મોત થયું છે. કોયમ્બતૂરથી ઊટી જઈ રહેલી બસનું ટાયર પંક્ચર થતાં લગભગ 50 મુસાફરોને બસમાંથી સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા હતા. જોકે, થોડી જ વારમાં પહાડ પરથી ભૂસ્ખલન થતાં બસ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બચાવકર્મીઓએ લાંબી કામગીરી બાદ ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બસના કંડક્ટર કેસવનને ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી આ દુર્ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે.

આ સમાચાર શેર કરો