મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: મેટ્ટુપાલયમ-કુન્નૂર મુખ્ય માર્ગ પર ગંભીર ભૂસ્ખલન

સોર્સ: gstv

તમિલનાડુના કલ્લાર વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે મેટ્ટુપાલયમ-કુન્નૂર મુખ્ય માર્ગ પર ગંભીર ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે. પહાડી પરથી માટી, મોટા પથ્થરો અને વૃક્ષો ધસીને રસ્તા પર આવી પડતાં આ રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. માર્ગ બંધ થવાના લીધે રસ્તાની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં જેસીબી મશીનોની મદદથી રસ્તા પરથી કાટમાળ ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો