મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: કોલંબિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, 14 શ્રમિકના કરૂણ મોત, 7 ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન થતાં 14 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈક્વાડોર સરહદ નજીક આવેલા નારિનો નામના વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી તમામ મૃતદેહો અને બચી ગયેલા લોકોને બહાર કાઢી લેવાતાં હવે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર દુર્ઘટના સ્થળની કઠિન ભૌગોલિક સ્થિતિ અને આ વિસ્તારમાં સક્રિય ગુનાહિત સશસ્ત્ર જૂથોની હાજરીના કારણે રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં લોકો અને જેસીબી મશીનની મદદથી ખાણમાંથી મૃતદેહો બહાર કાઢીને નજીકની નદીમાં આવેલી નાની હોડીઓ મારફતે ખસેડવામાં આવતા નજરે પડ્યા હતા.

આ સમાચાર શેર કરો