મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સનાથલ નજીકના વેરહાઉસમાંથી એક કરોડની કિંમતના ગેટેઝ્ટસની ચોરી

સોર્સ: gstv

અમદાવાદ જિલ્લાના સનાથલ સર્કલ પાસે નવાપુરા ગામની સીમમાં આવેલી ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાંથી એક કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની ચોરી થઈ છે. તસ્કરો 40 આઇફોન-17, 30 આઇફોન-16, લેપટોપ, એપલ વોચ અને આઇપેડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી તપાસમાં તસ્કરો પાછળના ખેતર તરફથી આવી વેરહાઉસનાં પતરાં ખોલીને અંદર ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. ચાંગોદર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની આશંકા છે.

આ સમાચાર શેર કરો