Video: ઠાસરામાં ૩.૦૨ લાખની ૮૦ કિલો ઇલાયચીની ચોરી, સીસીટીવીમાં તસ્કરો કેદ

ખેડા જિલ્લાના ઠાસરા રેલ્વે સ્ટેશન પાછળ આવેલી ફેક્ટરીમાંથી અજાણ્યા તસ્કરો લોખંડની ગ્રીલ તોડીને ૮૦ કિલો ઇલાયચી ચોરીને પલાયન થઈ ગયા છે. પેકિંગ દરમિયાન માલની ઘટ જણાતા ફેક્ટરી સંચાલકોએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં તસ્કરો ગ્રીલ તોડીને ઇલાયચીના કટ્ટા ચોરી જતા નજરે પડ્યા હતા. વેપારીએ ઠાસરા પોલીસ મથકે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૩ હજાર ૭૮૦ પ્રતિ કિલો લેખે કુલ ૮૦ કિલો ઇલાયચીની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.






