Video: હાંસોટ રેફરલ હોસ્પિટલનું રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં લોકાર્પણ

ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રૂપિયા ૯ કરોડ ૮૪ લાખ ના ખર્ચે નિર્માણ પામેલા ૨૭ પેટા આરોગ્ય કેન્દ્રોનુ લોકાર્પણ થયુ હતુ..આ ઉપરાંત હાંસોટ ખાતે રૂપિયા ૪ કરોડ ૫૬ લાખના ખર્ચે બનેલી ૩૦ બેડની અત્યાધુનિક રેફરલ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સુવિધાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું, જ્યારે હાંસોટ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટમાં આધુનિક રેફરલ હોસ્પિટલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨૭ નવા પેટા આરોગ્ય કેન્દ્રો શરૂ થવાથી આસપાસના લોકોને હવે સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠ અને સુલભ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહેશે. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું પણ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.






