Video: બાવળાના કેરાળા ગામે વહીવટી તંત્રની બેદરકારીએ લીધો બાળકીનો ભોગ!: આંગણવાડી સામે ખંડેર પરબડી ધરાશાયી થતાં માસૂમનું મોત

બાવળા તાલુકાના કેરાળા ગામે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકીએ જીવ ગુમાવ્યો છે. નવી બનેલી આંગણવાડી કેન્દ્ર ૩ ની સામે જ આવેલી જૂની ખંડેર ચકલા પરબડી ધરાશાયી થતાં આ અકસ્માત સર્જાયો હતો. આંગણવાડી નજીક રમી રહેલી આઠ વર્ષની ત્રણ બાળકીઓ પર આ ખંડેર દીવાલ પડતાં અવની મેર નામની માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે બાળકીઓ ઈજાગ્રસ્ત થઈ છે. ચાર મહિના પહેલાં નવી આંગણવાડી શરૂ કરાઈ ત્યારે આ જોખમી માળખું દૂર કરવા માટે સ્થાનિકોએ તલાટી અને TDOને વારંવાર રજૂઆતો કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. તંત્રની આ ઉદાસીનતાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.







