Video: અમરેલી: ચલાલાને મળશે ૬ કરોડના ખર્ચે અતિ આધુનિક એસ.ટી. બસ સ્ટેન્ડની ભેટ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેરમાં ૬ કરોડના ખર્ચે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ નવા એસટી બસ સ્ટેશનનું નવનિર્માણ કરવામાં આવશે. ધારી-બગસરાના ધારાસભ્ય જે વી કાકડિયાના પ્રયાસોથી આ યોજના સાકાર થઈ રહી છે, જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે. ચલાલા નગરપાલિકા પ્રમુખ જયરાજ વાળા જણાવ્યા અનુસાર, આ આધુનિક બસ સ્ટેન્ડનો લાભ ચલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે. સરકારી શાળાઓ બાદ હવે પરિવહન ક્ષેત્રે થયેલા આ વિકાસકાર્યથી સ્થાનિકોમાં આનંદ છે.







