મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTERNOON NEWS/ ટ્રમ્પના કટ્ટરવિરોધી લૂલા ડી સિલ્વાએ બ્રાઝીલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી, પુતિન સમર્થિત શક્તિશાળી નેતાએ રાષ્ટ્રપતિ પદ ગુમાવ્યું

સોર્સ: gstv

1) ટ્રમ્પના કટ્ટરવિરોધી લૂલા ડી સિલ્વા બ્રાઝીલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ફરી જીતી ગયા

બ્રાઝિલમાં દિગ્ગજ ડાબેરી નેતા લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વાએ તેમના કટ્ટરપંથી પ્રતિસ્પર્ધીને હરાવી ચોથી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળશે. 80 વર્ષીય લૂલા ડી સિલ્વાએ 44 લાખ મતોની ઐતિહાસિક લીડ મેળવી. 

2) પુતિન સમર્થિત શક્તિશાળી નેતાએ રાષ્ટ્રપતિ પદ ગુમાવ્યું

સર્બિયામાં લાંબા સમયથી સત્તા પર રહેલા શક્તિશાળી નેતા આલેક્ઝાન્ડર વુસિકે ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી છે. 14 વર્ષથી શાસન કરનાર વુસિકની હાર દેશના ઇતિહાસનો સૌથી મોટો રાજકીય ફેરફાર વિદ્યાર્થી આંદોલન આ પરિવર્તનનું કારણ બન્યું.

3) બાપ પણ જશે વાળા ખડગેના નિવેદન સામે ભાજપે દાખલ કરી ફરિયાદ 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. પટનામાં ખડગે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે ભાજપે આ મામલે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે.

4) અકાલી દળ ગઠબંધન માટે તૈયાર, તો BJPનું શું છે તૈયારી!

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભાજપ સાથે ગઠબંધનના સંકેત આપ્યા છે, અમિત શાહે રાજ્યમાં એનડીએ સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

5) સુરેન્દ્રનગર જિલ્લામાં ગંભીર જળસંકટ

સુરેન્દ્રનગરમાં ૨૦% વરસાદની ઘટ અને સૌની યોજના બંધ રહેવાથી ગંભીર જળસંકટ સર્જાયું છે. ધોળીધજા ડેમમાં માત્ર ૧૫ ફૂટ પાણી બચતાં ૩ લાખથી વધુ લોકો અને પશુઓ મુશ્કેલીમાં મુકાયા છે. માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે

6) ભદ્ર બજારમાં ભારે ભીડ

દીવાળી નજીક આવતાં અમદાવાદના ભદ્ર બજારમાં ખરીદીની ભારે રોનક જોવા મળી રહી છે. કપડાં, ઘરની સજાવટ અને પૂજાની સામગ્રી ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં બજારો ગુંજી ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો