મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTER NOON NEWS/ સાઉદીમાં હુથીઓએ ડ્રોન-મિસાઈલો ઝીંકી, ફ્રાન્સમાં બળવો!,અનેક શહેરોમાં હિંસા

સોર્સ: gstv

1) સાઉદીમાં હુથીઓએ ડ્રોન-મિસાઈલો ઝીંકી

હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના 5થી વધુ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને ઊર્જા મથકો પર મોટા પાયે ડ્રોન-મિસાઈલ હુમલાનો દાવો કર્યો છે. રિયાધ અને દમ્મામ એરપોર્ટ, ઓઈલ રિફાઈનરીઓ નિશાના પર હતી. 

2) ફ્રાન્સમાં બળવો! એક મહિનાથી રસ્તા પર જનતા, અનેક શહેરોમાં હિંસા

ફ્રાન્સમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ સરકારની ચિંતા વધારી દીધી. અનેક શહેરોમાં  પ્રદર્શન દરમિયાન આગચંપી, તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ

3) શાંતિપૂર્ણ દેખાવોને દબાવશો તો નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાશે

સોનમ વાંગચુકે મુંબઈમાં કેન્દ્ર સરકારને ચેતવણી આપતાં જણાવ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શનને રોકવાથી નેપાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે અર્ધસૈનિક દળોનો ઉપયોગ સરહદ સુરક્ષા માટે કરવા ભારપૂર્વક જણાવ્યું. 

4) CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન,

ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે 'ઇન્ડિયા' ગઠબંધને CEC જ્ઞાનેશ કુમાર સામે જન મહાભિયોગ લાવવાની જાહેરાત કરી છે. 30 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનારી 'મૉક પાર્લિયામેન્ટ'માં જનતાનો નિર્ણય રજૂ થશે,

5) દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં લાગી આગ

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી, દુર્ઘટનામાં પાર્કિંગમાં ડિટેઇન કરીને મુકવામાં આવેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે.

6)બાબરા પોલીસે ઘરફોડ ચોરીના આરોપીએને ઝડપ્યા

અમરેલી જિલ્લાના બાબરા પોલીસે  ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યા, પોલીસે 10 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. પોલીસે આ તસ્કરોનું સ્થળ પર રિકન્સ્ટ્રકશન કરીને વરઘોડો કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો