મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: EVENING BULLETIN / ઇઝરાયલ ચૂંટણીમાં ટ્રમ્પનો સનસનીખેજ દાવો, સંજય રાઉતને સુપ્રીમ કોર્ટનું તેડું, અમદાવાદ બ્લાસ્ટની ધમકી પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું કનેક્શન

સોર્સ: gstv

ઇઝરાયલ ચૂંટણીમાં ટ્રમ્પનો સનસનીખેજ દાવો

ઇઝરાયલ ચૂંટણીના એક્ઝિટ પોલમાં નેતન્યાહૂ અને વિરોધીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમના ખુલ્લા સમર્થન બાદ સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ છે અને સંભવિત કારમી હાર વચ્ચે પણ નેતન્યાહૂ ફરી મજબૂત બરાબરી પર આવી ગયા છે.

ઈરાનના પરમાણુ મથકો પર IAEA નો મોટો ખુલાસો

અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય હુમલા બાદ ઈરાનના પરમાણુ મથકોની સ્થિતિ અંગે મોટો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે જૂન ૨૦૨૫ પછી ઈરાને ક્ષતિગ્રસ્ત પરમાણુ કેન્દ્રોનું પુનઃનિર્માણ કે સમારકામ કરવાનો કોઈ પ્રયાસ કર્યો હોય તેવા કોઈ સંકેતો મળ્યા નથી.

સંજય રાઉતને સુપ્રીમ કોર્ટનું તેડું

ચીફ જસ્ટિસ સૂર્યકાંત વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી શિવસેના નેતા સંજય રાઉતને ભારે પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કરેલી અવમાનના અરજી બાદ કોર્ટે સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. આ કેસમાં પત્રકાર નિખિલ વાગલેને પણ વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા નિર્દેશ અપાયો છે.

બિહાર MLC ચૂંટણી પરિણામો પર ભાજપના પ્રહારો

બિહાર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો બાદ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે શિક્ષક કે સ્નાતક કોઈપણ બેઠક પર કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. કોંગ્રેસ બિહાર, યુપી કે પેટાચૂંટણીઓમાં સતત હારી રહી છે અને જમીની સ્તરે જનાધાર સંપૂર્ણ ગુમાવી ચૂકી છે.

અમદાવાદ બ્લાસ્ટની ધમકી પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું કનેક્શન

અમદાવાદની સ્કૂલો, હાઇકોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું કાવતરું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમની તપાસમાં હેક થયેલા જૂના Gmail, વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે ધમકીભર્યા મેઇલ મોકલાયા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ફટાકડા ઉત્પાદન પર તંત્રની લાલ આંખ

દિવાળી પૂર્વે અમદાવાદ પોલીસ વિભાગે ફટાકડાના ગેરકાયદે ઉત્પાદન સામે મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં ફટાકડા ઉત્પાદનના તમામ ૬ લાયસન્સ રદ કે મોકૂફ કરી દેવાયા છે. આ ઉપરાંત નિયમભંગ કરનારા ૯ વેચાણ એકમોના લાયસન્સ રદ કરાયા છે, જ્યારે ૧૭ વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો