મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTERNOON NEWS/ નેતન્યાહૂને સત્તા ગુમાવવાનો ડર!, US ફેડનો મોટો નિર્ણય: વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

સોર્સ: gstv

1 ) નેતન્યાહૂને સત્તા ગુમાવવાનો ડર! અરબ પાર્ટીની સીટો વધી 19 થઈ

ઈઝરાયેલની 120 બેઠકોવાળી સંસદની ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે. 89.8% મતોની ગણતરી બાદ, નેતન્યાહૂના ગઠબંધનને 53 અને વિપક્ષી ગઠબંધનને 48 બેઠકો મળી છે. અરબ પાર્ટીઓએ 19 બેઠકો જીતી ઐતિહાસિક પ્રદર્શન કરતા કિંગમેકરની ભૂમિકામાં આવ્યા

2) US ફેડનો મોટો નિર્ણય: વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડે હાલ વ્યાજદરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે આની અસર ભારતીય શેરબજાર પર પડશે તેવી શક્યતાઓ 

3) મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. નાગપુર સ્નાતક મતવિસ્તારની બેઠક પર કોંગ્રેસના અભિજિત વણજારીએ સતત બીજી વખત ભાજપના સુધાકર કોહલે હરાવી વિજય મેળવ્યો છે. ભાજપની આ હારથી કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો છે

4 કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને આપી ભેટ

કેન્દ્ર સરકારે દિવાળી પૂર્વે 1.17 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો

5 પાણીનો સ્ટોલ આપવા બાબતે યુવતી સાથે થઈ લાખોની ઠગાઈ

અમદાવાદમાં ગરબામાં પાણીનો સ્ટોલ આપવાના નામે યુવતી સાથે લાખોની ઠગાઈ થયાનો કિસ્સો સામે આવ્યો છે. ઓગણજમાં આવેલા ફાર્મમાં સ્ટોલ અપાવવાના બહાને લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ દાખલ કરી ફરિયાદ

6 સુરેન્દ્રનગરમાં ખેડૂતો આક્રમક બન્યા

સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ આક્રમક મિજાજ અપનાવતા સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. જો તાત્કાલિક દેવા માફ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીના બહિષ્કાર સાથે નેતાઓને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો