Video: કર્ણાટકના બાગલકોટમાં આવકથી વધુ સંપત્તિ મામલે લોકાયુક્ત પોલીસે તાલુકા પંચાયતના સહાયક નિયામકને ત્યાં પાડ્યા દરોડા

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે લોકાયુક્ત પોલીસે સપાટો બોલાવ્યો છે. જમખંડી તાલુકા પંચાયતમાં સહાયક નિયામક તરીકે ફરજ બજાવતા સંજીવ હિપ્પરગી સામે આવક કરતા વધુ સંપત્તિ વસાવાયાની ગંભીર ફરિયાદો ઉઠી હતી. આ ગુપ્ત માહિતીના આધારે લોકાયુક્ત પોલીસની ટીમોએ આજે સવારથી જ જમખંડી સ્થિત તેમના મુખ્ય નિવાસસ્થાન તેમજ તેમના પિતાના ઘરે એક સાથે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ દસ્તાવેજો, બેંક ખાતાઓ અને રોકડ-દાગીનાની વિગતો ચકાસવાનું શરૂ કર્યું છે. લોકાયુક્તની આ અચાનક કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
જાહેરાત














