Video: કર્ણાટકના બેંગલુરુમાં દેવનહલ્લી વિસ્તારમાં કારની અંદર યુવકની ગોળી મારીને હત્યા, પોલીસ તપાસ શરૂ

સોર્સ: gstv

બેંગલુરુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા દેવનહલ્લી ખાતે એક અજાણ્યા યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી . પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક યુવક પોતાની જ કારની અંદર બેઠો હતો તે દરમિયાન હુમલાખોરોએ તેની પર નજીકથી ફાયરિંગ કર્યું હતું, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દિનદહાડે બનેલી આ સનસનાટીભર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને આ હત્યા પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત