મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હી રેલી પહેલાં કોંગ્રેસમાં મોટો નિર્ણય: કર્ણાટકના મંત્રીઓ કેમ નહીં જાય રામલીલા મેદાન? પ્રિયંક ખડગેએ કર્યો ખુલાસો!

સોર્સ: gstv

1નવેમ્બરે નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારી વિપક્ષી ગઠબંધનની મહારેલી અંગે કર્ણાટક સરકારના કેબિનેટ મંત્રી પ્રિયંક ખડગેએ મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે 1 નવેમ્બરે કર્ણાટક રાજ્ય સ્થાપના દિવસ એટલે કે 'કર્ણાટક રાજ્યોત્સવ' હોવાથી રાજ્યના મંત્રીઓ દિલ્હીના કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.

પત્રકારો સાથે વાતચીતમાં પ્રિયંક ખડગેએ જણાવ્યું કે, "1 નવેમ્બરે 'કર્ણાટક રાજ્યોત્સવ' છે. આ દિવસે આપણા રાજ્યની સ્થાપના થઈ હતી અને આ દિવસ અમારા માટે અત્યંત મહત્વનો છે. અમે કોંગ્રેસ હાઈકમાન્ડને પહેલેથી જ જાણ કરી દીધી છે કે અમારી અહીં બંધારણીય જવાબદારીઓ હોવાથી મંત્રીઓ દિલ્હી કાર્યક્રમમાં સામેલ થઈ શકશે નહીં, અને હાઈકમાન્ડે અમારી આ વાત સ્વીકારી લીધી છે. જોકે, અન્ય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જરૂરી ચકાસણી કરીને આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે."

રામલીલા મેદાનની રેલીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું હતું કે, "કેન્દ્ર સરકાર સારી રીતે જાણે છે કે દેશભરમાંથી લોકો સ્વેચ્છાએ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. તેથી લોકો રામલીલા મેદાન ખાતે એકઠા ન થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર પોતાના તમામ પ્રકારના હથકંડા અને ષડયંત્રો અપનાવી રહી છે."

આ સમાચાર શેર કરો