Video: "કોઈ મરે તો પોલીસ લાશ પણ બળજબરીથી ઉપાડી જાય છે!" પંજાબમાં માનસાની ઘટના પર ચરણજીત ચન્નીનો મોટો ધડાકો!

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યની ભગવંત માન સરકાર અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા છે. જલંધર ખાતે મીડિયા સાથે વાતચીતમાં તેમણે માનસા જિલ્લાની પરિસ્થિતિને લઈને અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો લગાવ્યા છે.
કોંગ્રેસ સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ જણાવ્યું હતું કે, "માનસા જિલ્લામાં પોલીસની ગુંડાગર્દી અને સરકારનો અત્યાચાર બેરોકટોક ચાલુ છે... સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે પોલીસ બળજબરીપૂર્વક મૃતદેહને ઉપાડી જાય છે."
તેમણે રાજ્ય સરકાર પર માનવ અધિકારો અને કાયદાના શાસનના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું કે સામાન્ય જનતા પર સતત અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે અને પ્રશાસન પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. ચન્નીના આ નિવેદન બાદ પંજાબના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.











