Video: દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ ઉત્સવ

ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં ગોવર્ધન પૂજાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન દ્વારકાધીશને પરંપરાગત અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની વાનગીઓથી અન્નકૂટની ભવ્ય સજાવટ કરવામાં આવી હતી. ભગવાનના દર્શન અને અન્નકૂટના ભોગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું હતું. પરંપરાગત વિધિ-વિધાન સાથે ગોવર્ધન પૂજાનો ઉત્સવ ઉજવાયો હતો.
જાહેરાત














