Video: મહારાષ્ટ્રના પુણેમાં ટિમ્બર માર્કેટમાં વિકરાળ આગ લાગતા અનેક દુકાનો ખાખ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

સોર્સ: gstv

મહારાષ્ટ્રના પુણે સ્થિત ટિમ્બર માર્કેટમાં આજે ભીષણ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. લાકડાનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની અનેક દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગને કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. આ આગમાં અનેક દુકાનો અને લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત