Video: મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

સોર્સ: gstv

મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. દુસરબીડ ઇન્ટરચેન્જ નજીક અનેક વાહનો એકબીજા સાથે અથડાતાં વાહનોનો ખડકલો થયો હતો. અકસ્માતના પગલે એક્સપ્રેસવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની માહિતી સમૃદ્ધિ એક્સપ્રેસવે પોલીસના API રાહુલ પાટીલે આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત