Video: મહારાષ્ટ્રના જાલનામાં પાણીની તીવ્ર અછતથી કંટાળી ખેડૂતે જેસીબીથી 300 મોસંબીના વૃક્ષો ઉખેડી નાખ્યા

સોર્સ: gstv

મહારાષ્ટ્રમાં જળસંકટ કેટલું ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે તેની પ્રતીતિ કરાવતી આ ઘટના જાલના જિલ્લામાંથી સામે આવી હતી . અહીંના એક કિસાન દ્વારા વર્ષોની મહેનતથી ઉછેરવામાં આવેલાં પાંચ વર્ષ જૂનાં અંદાજે 300 મોસંબીનાં લીલાંછમ વૃક્ષોને પાણી ન મળવાને કારણે બચાવવા અશક્ય બન્યા હતા. સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી આર્થિક પાયમાલીના આરે આવેલા ખેડૂતે ભારે હૈયે જેસીબી મશીન મંગાવીને પોતાની હાજરીમાં જ મોસંબીના હજારો રૂપિયાની કમાણી આપતા સ્વસ્થ છોડને જમીનદોસ્ત કરી નાખ્યા હતા. અન્નદાતા પર આવેલા આ આકરા સંકટના દ્રશ્યો જોઈને સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં પણ ભારે રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો હતો

આ સમાચાર શેર કરો

જાહેરાત