Video: મુંબઈમાં ગલી ક્રિકેટમાં સચિન તેંડુલકર ઉપસ્થિત

મહારાષ્ટ્રના મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ ખાતે ગલી ક્રિકેટના વિશેષ આયોજનમાં ભાગ લેવા બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ પહોંચ્યા હતા. તેમની સાથે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય મહાનુભાવોનું કાર્યક્રમ સ્થળે આગમન થતાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગલી ક્રિકેટના માધ્યમથી રમતગમત અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ક્રિકેટરો સાથે ખાસ મુલાકાત અને ક્રિકેટ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મહેમાનોની હાજરીને પગલે મુંબઈનો આ કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
જાહેરાત






