પડતા પર પાટુ: રિટેલ બાદ હવે જથ્થાબંધ ફુગાવો પણ 12.29 ટકાએ પહોંચ્યો

પડતા પર પાટુ: રિટેલ બાદ હવે જથ્થાબંધ ફુગાવો પણ 12.29 ટકાએ પહોંચ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશમાં લોકો પર પડતા પર પાટુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રિટેલ ફુગાવો પહેલી જ વખત ૬.૦૯ ટકા વટાવી ગયો છે તો હવે જથ્થાબંધ ફુગાવો તેનાથી બમણો થઈ ૧૨ ટકાને પાર નીકળી ગયો છે. મોંઘવારીમાં થયેલા નોંધપાત્ર વધારા પાછળ મુખ્ય કારણ ઇંધણના ભાવમાં વધારાને ગણવામાં આવી રહ્યું છે. સરકારી આંકડા મુજબ ઓક્ટોબરમાં ભારતમાં જથ્થાબંધ ફુગાવો ૧૨.૨૯ ટકા થઈ ગયો છે, જે સપ્ટેમ્બરના અંતે ૧૧.૩૯ ટકા હતો. આ ફુગાવો અર્થશાસ્ત્રીઓના ૧૨.૧ ટકાના અંદાજ કરતાં વધારે છે.

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમતમાં થયેલા નોંધપાત્ર વધારાએ જથ્થાબંધ મોંઘવારીને ૧૨ ટકાને પાર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સરકારી આંકડા સ્પષ્ટ બતાવે છે કે હોલસેલ એટલે કે જથ્થાબંધ કિંમતો રિટેલ કિંમતો કરતાં વધુ ઝડપથી વધી રહી છે. આમ નવા વર્ષેમાં દૂધથી લઈને દાળ એમ દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. તાજેતરમાં જ આખા દેશમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. ઘી, પનીર, દહી દરેકના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જ્યારે છાશમાં ભાવ જાળવી રખાયો તો જથ્થો ઘટાડી નંખાયો છે.

જાહેરાત

સરકારી ફ્યુઅલ રિટેલર્સે ઇંધણ ખર્ચમાં થયેલા નોંધપાત્ર વધારાનો નાનો હિસ્સો જ ગ્રાહકો પર નાખ્યો હોવાથી તેમને તેનો બોજો વર્તાતો નથી. ઓક્ટોબરમાં ઇંધણ અને એનર્જી પ્રાઇસમાં તેજી આવતા આ કેટેગરીના ભાવ સપ્ટેમ્બરના ૨૫.૮૫ ટકાથી વધીને ઓક્ટોબરમા ં૩૨.૮૪ ટકા થઈ ગયા. જ્યારે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની કિંમત ૭૦.૮ ટકા વધી છે. બીજી બાજુએ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટસના મોરચે મોંઘવારી ઘટી છે. તેનાથી ખબર પડે છે કે ભાવમાં દબાણ એનર્જી સાથે જોડાયેલી ચીજો પર જ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૬.૦૯ ટકાનો રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કની ચાર ટકાની નિયત મર્યાદાથી ઉપર છે. રિટેલ ફુગાવો છેલ્લા બે વર્ષમાં પહેલી જ વખત છ ટકાની ટોચમર્યાદાને વટાવી ગયો છે.

ઇકરાના ચીફ ઇકોનોમિસ્ટ રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે વિશ્વસ્તરે ક્રૂડ ઓઇલનો પુરવઠો ચાલુ વર્ષે પહેલી જ વખત તેના ઉત્પાદન કરતાં વધી જવાના લીધે તેના ભાવમાં આવેલા ઘટાડાને જોતાં નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો થવો જોઈએ.

હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૯૫ ડોલરની આસપાસ ચાલે છે. જો કે હજી પણ ક્રૂડ ઓઇલનું જોખમ ઊભું જ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત