Video: ભરૂચના 66 કરોડના ખર્ચે બનેલા ડોલીયા-દેણવા બ્રિજમાં 100 દિવસમાં જ તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલ

સોર્સ: gstv

ઉદ્ઘઘાટનના માત્ર ત્રણ જ મહિનામાં બ્રિજના દેણવા તરફના ભાગમાં તિરાડો પડવા તેમજ સ્લેબમાં બેન્ડ અને ઝુકાવ જોવા મળ્યાના આક્ષેપો સામે આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ દ્વારા કોન્ટ્રાક્ટર તથા સંબંધિત અધિકારીઓની મિલીભગતની આશંકા વ્યક્ત કરાઈ છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની સ્થિતિ જોતા મુસાફરોની સલામતી સામે ખતરો ઊભો થયો છે. મામલાની ગંભીરતા જોતા જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે હવે તંત્ર આ મામલે શું ટેકનિકલ તપાસ કરે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત