Video: દેવભૂમિ દ્વારકાથી ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો ભવ્ય પ્રારંભ, ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ

દેવભૂમિ દ્વારકાથી ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો ભવ્ય પ્રારંભ થયો છે. દ્વારકામાં યોજાયેલા કાર્યક્રમમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મોરારીબાપુને સુખદ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. 14 નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા ગુજરાતના સોમનાથ અને ડાકોર સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળનાં વિવિધ ધાર્મિક સ્થળો સુધી પહોંચશે. ભારતનાં વિવિધ તીર્થસ્થળોને એક આધ્યાત્મિક કડીમાં જોડવાનો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. 22 નવેમ્બરના રોજ ઓડિશાના જગન્નાથપુરી ખાતે યાત્રાનું સમાપન થશે. ભગવાન દ્વારકાધીશની નગરીથી યાત્રાનો પ્રારંભ થતાં સ્થાનિક શ્રદ્ધાળુઓ અને સંતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત








