Video: લાભ પાંચમે શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર, સુવર્ણ અને હીરાજડિત મુગટમાં ભગવાનના દિવ્ય દર્શન

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં લાભ પાંચમના પવિત્ર પર્વે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. દૂરદૂરથી ભક્તો રથ લઈને શામળિયાના દર્શને પહોંચ્યા હતા અને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. લાભ પાંચમ નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ અને હીરાજડિત મુગટ સહિતના આકર્ષક અલંકારોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોમાં ભગવાનના દિવ્ય દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા હતા. ભક્તોએ સુખાકારી અને સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી, જ્યારે દિવસ દરમિયાન વિવિધ મનોરથનાં દર્શનનું પણ આયોજન કરાયું છે.
જાહેરાત







