Video: જંગલ જમીન મુદ્દે ભાજપમાં મતભેદ? મનસુખ વસાવાની રજૂઆત સામે કુબેર ડિંડોરનું અલગ નિવેદન

નર્મદા જિલ્લામાં જંગલની જમીનના અધિકારનો મુદ્દો હવે ભાજપના બે નેતાઓ વચ્ચે મતભેદનું કારણ બન્યો છે. આદિવાસી સમાજને જંગલની જમીનનો હક અપાવવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે આ મુદ્દે અલગ જ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જંગલની જમીનનો આ પ્રશ્ન નર્મદા જિલ્લાનો નથી, પરંતુ જો નર્મદા જિલ્લાનો પ્રશ્ન હશે તો તેઓ પણ ઉકેલવા તૈયાર છે. કુબેર ડિંડોરના આ નિવેદનથી મનસુખ વસાવાની રજૂઆત સામે સવાલો ઊભા થયા છે. જંગલની જમીનના મુદ્દે ભાજપના સાંસદ અને ધારાસભ્યના વિરોધાભાસી નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની છે.
જાહેરાત








