Video: પાટણની રાણીની વાવ પ્રવાસીઓથી ઉભરાઈ, બે દિવસમાં 10 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી

દિવાળીના વેકેશન દરમિયાન પાટણની ઐતિહાસિક રાણીની વાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સવારથી જ વાવને નિહાળવા માટે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. રાણી ઉદયમતીએ ઈ.સ. 1063માં પોતાના પતિ રાજા ભીમદેવ પ્રથમ સોલંકીની સ્મૃતિમાં આ ભવ્ય વાવનું નિર્માણ કરાવ્યું હતું. એક સમયે જળસંગ્રહ માટે બનાવાયેલી સાત માળની આ વાવ આજે ભારતીય શિલ્પ અને સ્થાપત્યની અદભુત વિરાસત તરીકે ઓળખાય છે. વાવના દરેક માળે આવેલી સુંદર મૂર્તિઓ અને પથ્થરોમાં કંડારાયેલી કલાત્મક કોતરણી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. છેલ્લા બે દિવસમાં જ અંદાજે 10 હજાર પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લીધી છે.
જાહેરાત








