Video: અમદાવાદના શીલજ સર્કલ પાસે હિટ એન્ડ રન: MLA ના ભત્રીજાની કારે બાઈકચાલકને અડફેટે લેતા યુવકનું મોત થયું

વહેલી સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં અમદાવાદના શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે આ અકસ્માત થયો હતો. બાઈકચાલક પ્રદીપ કુમાર અને પાછળ બેઠેલા ૩૫ વર્ષીય હર્ષદકુમાર પુરબીયાને પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીએ અડફેટે લીધા હતા. ગંભીર ઇજાઓને કારણે શાસ્ત્રીનગર રહેતા અને મૂળ ધાંગધ્રાના હર્ષદકુમારનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને નંબર પ્લેટના આધારે તપાસ કરી આરોપી રાઘવેન્દ્ર કુશવાહને ઝડપી પાડ્યો છે. અગાઉ પણ તેના દ્વારા અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
જાહેરાત







