Video: સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતા થયા

સોર્સ: gstv

આજે લાભ પાંચમના પવિત્ર દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતા થયા છે. દિવાળીની રજાઓ બાદ આજથી યાર્ડમાં જણસોની હરરાજીનો પ્રારંભ થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન જયેશ બોઘરાના હસ્તે શુભ મુહૂર્તમાં હરાજી કરાવવામાં આવી હતી. મગફળીના મુહૂર્તના સોદા 1610 રૂપિયાના ભાવે થયા હતા. મગફળી સહિત ખરીફ પાકની આવક શરૂ થતાં યાર્ડમાં ખેડૂતોની ભારે અવરજવર જોવા મળી હતી. રાજકોટ યાર્ડમાં અંદાજે 1100 જેટલાં વાહનો જણસ વેચવા પહોંચ્યાં હતાં. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોને ઉપજ ઓછી મળી છે. જેના કારણે જણસોની આવકમાં ઘટાડો થયો છે. એક તરફ મગફળીના સારા ભાવ મળી રહ્યા છે, તો બીજી તરફ ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશાની લાગણી પણ જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત