Video: પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ, પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે દીવાળીના નવા વર્ષે પંચામૃત ડેરી દ્વારા એક ખૂબ જ મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ આહીર અને નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોને ભેટ આપતા પ્રતિ કિલો ફેટે સીધો રૂ. 20 નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારાના અમલ બાદ હવે આગામી દૂધ બિલથી એટલે કે 21 નવેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 905 ચૂકવવામાં આવશે. ડેરીના આ નિર્ણયથી ત્રણેય જિલ્લાના લાખો દૂધ ઉત્પાદક પશુપાલકોને મોટો આર્થિક ફાયદો થશે અને તેઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. નવા વર્ષની આ ભેટ મળતા પશુપાલકોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાહેરાત








