Video: ડાકોર સ્થિત રણછોડરાય મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરાગત શ્રદ્ધા સાથે યોજાઈ ગોવર્ધન પૂજા

સોર્સ: gstv

યાત્રાધામ ડાકોરમા જગવિખ્યાત રણછોડરાય મંદિરે ભક્તિસભર માહોલમાં ગોવર્ધન પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દ્વાપર યુગની પૌરાણિક પરંપરાને જીવંત કરતા મંદિર પરિસરમાં રણછોડરાયજીના સન્મુખ મંદિર પરિસરમાં જ છાણ, લીલી વનસ્પતિ અને વૃક્ષોનો ઉપયોગ કરીને અદ્ભુત અને મનમોહક ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી ગોવર્ધન પૂજા સંપન્ન થયા બાદ વિશેષ શણગારેલી ગાયોને આ પર્વત પરથી પસાર કરવામાં આવી હતી. આ અનોખા દર્શનનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા..

આ સમાચાર શેર કરો

જાહેરાત