Video: બે વર્ષ બાદ સુરેન્દ્રનગરના આંબરડીમાં દિવાળીની ઉજવણી, રાજુ કરપડાએ ખેડૂત પરિવારો સાથે મનાવ્યો તહેવાર

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આંબરડી ગામે બે વર્ષ બાદ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગત વર્ષે કળદાકાંડના મામલે ગામના ખેડૂતો જેલમાં હોવાના કારણે પરિવારો દિવાળીની ઉજવણી કરી શક્યા નહોતા. આ વર્ષે ખેડૂત નેતા રાજુ કરપડા સહિતના આગેવાનો દિવાળીના દિવસે ગામમાં પહોંચ્યા હતા અને ખેડૂતોનાં બાળકો તથા પરિવારો સાથે તહેવારની ઉજવણી કરી હતી. રાજુભાઈના આગમનથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આસપાસનાં ગામોના ખેડૂત આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ખેડૂત પરિવારોના આશીર્વાદ લઈ સ્થાનિક પ્રશ્નો અને જળાશયોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિહળ બાપુ રાબા સહિત 12 ભાઈબંધની ઐતિહાસિક જગ્યાએ દર્શન કરી માનતા પણ પૂર્ણ કરવામાં આવી હતી.
જાહેરાત







