Video: સુરેન્દ્રનગરમાં કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો, 10 લાખ સામે માત્ર 3થી 4 લાખ ગાંસડીની શક્યતા

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અછતના કારણે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવાની શક્યતા છે. દર વર્ષે જિલ્લામાં અંદાજે 10 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, પરંતુ ચાલુ વર્ષે માત્ર 3થી 4 લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. સામાન્ય રીતે કપાસમાં ત્રણ વીણાટ આવતી હોય છે, પરંતુ વરસાદ ઓછો રહેતા આ વર્ષે માત્ર એક જ વીણાટ આવી રહી છે. બીજી તરફ ઉત્પાદન ઘટવા છતાં ખેતીનો ખર્ચ અને મજૂરીના ભાવમાં વધારો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછંભ હોવાના કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કપાસના ઘટેલા ઉત્પાદનને લઈને સુરેન્દ્રનગરના ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત