Video: સોલા મંદિરે ચોપડા પૂજન

અમદાવાદના સોલા ભાગવત મંદિરમાં દિવાળીના પર્વ નિમિત્તે પરંપરાગત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ નવા વર્ષના પ્રારંભે ચોપડાનું પૂજન કરી સુખ, સમૃદ્ધિ અને ધંધામાં પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. વિધિ-વિધાન સાથે લક્ષ્મીજી અને ભગવાનની પૂજા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષના વધામણા સાથે વેપારીઓએ નવા હિસાબોની શરૂઆત કરી હતી.
જાહેરાત








