Video: તાપીના ઉમરકચ્છ ગામે રાત્રિ દરમિયાન દીપડાના હુમલાથી વૃદ્ધાનું મોત

સોર્સ: gstv

તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સ્થિત ઉમરકચ્છ ગામના ડુંગરી ફળિયામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ઘરના ઓટલા પર સૂતેલા ૫૮ વર્ષીય વૃદ્ધા કિર્તાબેન ચૌધરી પર રાત્રિના સમયે દીપડાએ અચાનક હુમલો કરતા તેમનું કરુણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ડોલવણ ખસેડ્યો હતો. વનવિભાગ દ્વારા પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સાથે જ હિંસક દીપડાને પકડવા માટે વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ૫ થી વધુ પાંજરા ગોઠવીને સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત