Video: ભરુચના ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારા પર છઠ્ઠ મહોત્સવ ની તૈયારીઓ પુરજોશમાં

ભરૂચમાં ઉત્તર ભારતીય પરિવારોના આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા ચાર દિવસીય છઠ્ઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દર વર્ષે નર્મદા નદીના કિનારે પરંપરાગત રીતે છઠ્ઠ પૂજાની ઉજવણી કરે છે. હાલ પૂજા માટે ઓવારા ખાતે જમીન સમથળ કરવાની કામગીરી સાથે મંડપ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે મહોત્સવનો પ્રારંભ નહાય-ખાયની વિધિથી થયો છે.
જાહેરાત







