Video: અમદાવાદની નગરી હોસ્પિટલમાં ફટાકડાથી આંખમાં ઈજાના 68 કેસ, ત્રણ દર્દીઓનાં ઓપરેશન કરાયાં

સોર્સ: gstv

દિવાળીના પર્વે ફટાકડા ફોડવાની મજા અનેક લોકો માટે મુશ્કેલી બની છે. અમદાવાદની AMC સંચાલિત નગરી હોસ્પિટલમાં બે દિવસ દરમિયાન ફટાકડાથી આંખમાં ઈજા થવાના 68 કેસ નોંધાયા છે, જેમાં દિવાળીની રાત્રે જ 35 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા. આ 68 દર્દીઓમાંથી ત્રણને ઓપરેશન કરવાની ફરજ પડી છે, જેમાં બે દર્દીઓની આંખની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના એક યુવક સહિત અમદાવાદના એક વ્યક્તિને પણ ફટાકડાના કારણે આંખમાં ઈજા થતાં સારવાર લેવી પડી છે. દિવાળીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફટાકડાની થોડી બેદરકારી પણ આંખોની રોશની માટે જોખમરૂપ બની શકે છે, ત્યારે સાવચેતી સાથે જ ઉજવણી કરવી જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત