Video: મોંઘવારીનો વધુ એક માર: અમૂલ દહીં અને લસ્સીના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો વધારો

અમૂલે 14 નવેમ્બરથી જ દહીં અને લસ્સીના નવા ભાવ અમલી બનાવી દીધા છે, જેમાં અમૂલ મસ્તી દહીંના એક કિલોના પેકેટ અને એક કિલોની બકેટમાં પાંચ રૂપિયાનો વધારો કરાયો છે. આ ઉપરાંત દહીંના 380 ગ્રામના પેકેટ તેમજ અમૂલ પ્રો-બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ બે-બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ઘી, બટર અને દૂધના ભાવ વધ્યા બાદ હવે દહીં અને લસ્સી પણ મોંઘા થતાં સામાન્ય ગ્રાહકોનું ઘરેલુ બજેટ ખોરવાયું છે.
જાહેરાત








