Video: શિવરાજપુર બીચ પ્રવાસીઓથી ઉભરાયો, વોટરસ્પોર્ટ્સ સાથે દરિયાની મોજ માણી રહ્યા છે સહેલાણીઓ

સોર્સ: gstv

દિવાળીના તહેવારો અને વેકેશનની રજાઓને પગલે ગુજરાતના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ગુજરાતના એકમાત્ર બ્લ્યૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દ્વારકાથી આશરે 8 કિલોમીટરના અંતરે આવેલા આ બીચ પર દેશભરમાંથી પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. દરિયાના સ્વચ્છ અને બ્લ્યૂ પાણીમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ડૂબકી લગાવીને આનંદ માણી રહ્યા છે, જ્યારે વિવિધ વોટરસ્પોર્ટ્સ એક્ટિવિટી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રવાસીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત