Video: જંગલી ભૂંડનો શિકાર કરતી વખતે બનેલી દુર્ઘટનામાં વન વિભાગે ભૂંડનો જીવ બચાવ્યો

સોર્સ: gstv

ચિકટીયા ગામે જંગલી ભૂંડનો શિકાર કરતી વખતે ભૂંડ અને દીપડો બંને અચાનક કૂવામાં પડ્યાં હતાં. સવારે સાત વાગ્યાના અરસામાં માલિકીના કૂવામાં દીપડો પડ્યો હોવાની માહિતી મળતા વનવિભાગે સમયસૂચકતા વાપરીને કુશળતાપૂર્વક ભૂંડને કૂવામાંથી સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલમાં છોડી મૂક્યું હતું. જોકે, દુર્ભાગ્યવશ દીપડાનું મોત થઈ ચૂક્યું હોવાથી વન વિભાગે તેના મૃતદેહનો કબજો મેળવીને આગળની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત