દિલ્હીમાં વહેલી સવારે મોટી દુર્ઘટના! જૂનું મકાન થયું ધરાશાયી, ત્રણ મહિનાના એક બાળકનું મૃત્યુ

પૂર્વ દિલ્હીના શાહદરામાં મંગળવારે (17 નવેમ્બર) સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં વિવેક વિહાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જ્વાલા નગર વિસ્તારમાં એક જૂનું મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં આશરે 7-8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, ત્રણ મહિનાના એક બાળકનું મૃત્યુ થયું છે.
નોર્થ એમસીડી (North MCD) ના અધ્યક્ષ પંકજ લુથરાએ જણાવ્યું કે, "આ 40-50 વર્ષ જૂની ઈમારત હતી. આ ઘટનામાં ત્રણ મહિનાના એક બાળકનું મૃત્યુ થયું છે."
જાહેરાત
ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસ અને રાહતકર્મીઓ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસમાં લાગ્યા હતા.
જાહેરાત














