Video: દિલ્હીમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ

સોર્સ: gstv

દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા સહિત ભાજપના અનેક નેતાઓએ ભગવાન બિરસા મુંડાના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જનજાતીય ગૌરવ અને આદિવાસી સમાજના અધિકારો માટેના તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને દેશ માટેના યોગદાનને યાદ કરીને તેમને નમન કર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત