Video: રંગાજાન અકસ્માતે સર્જ્યો હાહાકાર

આસામના નગાંવ જિલ્લાના કાલિયાબોર નજીક રંગાજાન વિસ્તારમાં સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવ્યું છે. આ દુર્ઘટનામાં કુલ 26 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 21 વર્ષીય વિદ્યાર્થીની ફરહાના યાસ્મિન અને 73 વર્ષીય અબ્દુલ રશીદનો પણ સમાવેશ થાય છે. બંનેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. યુવાન ફરહાનાના મોતથી પરિવારજનો અને પરિચિતોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. જ્યારે વૃદ્ધ અબ્દુલ રશીદના નિધનથી પરિવારજનોમાં માતમ છવાયો છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો શોકમાં ગરકાવ છે. સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છે.
જાહેરાત








