Video: બોક્સાનગરમાં સંયુક્ત સર્ચ ઓપરેશન

સોર્સ: gstv

BSF જવાન પર હુમલો કરનારા અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે સુરક્ષા દળોએ સમગ્ર બોક્સાનગર બજાર વિસ્તારમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે. BSF, કસ્ટમ્સ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમોએ બજારની વિવિધ દુકાનો અને શકમંદ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવનો માહોલ હોવાથી વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને હુમલાખોરો સામે સખત કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત