Video: મહાકાલેશ્વરમાં ભસ્મ આરતી સાથે દિવાળીની ઉજવણી

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ભસ્મ આરતી દરમિયાન મંદિર પરિસર દીવાઓ અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. ભગવાન મહાકાલને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને પરંપરાગત વિધિ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પાવન અવસરે પૂજારીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભસ્મ આરતીમાં દિવાળીના પર્વની વિશેષ ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ અને જય મહાકાલના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
જાહેરાત








