Video: મુંબ્રામાં ૬.૫ લાખ રૂપિયામાં વેચાયેલા ૨૦ દિવસના નવજાત બાળકને પોલીસે ઉગાર્યું, DCPની પત્રકાર પરિષદ

સોર્સ: gstv

ઠાણેના મુંબ્રા વિસ્તારમાં માત્ર ૨૦ દિવસના માસૂમ બાળકનો સાડા છ લાખ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઠાણે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને માસૂમ બાળકને હેમખેમ રેસ્ક્યૂ કરી લીધું હતું. પત્રકાર પરિષદને સંબોધતા DCP બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે આ બાળતસ્કરીના નેટવર્કમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની તીવ્ર પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આ રેકેટ પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ તે દિશામાં વધુ તપાસ લંબાવી છે અને બાળકના બચાવ બાદ તેના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત