Video: સીતાપુર શહેર દિવાળીના તહેવાર માટે સજાયું

ઉત્તર પ્રદેશના સીતાપુર શહેરમાં દિવાળીના પાવન પર્વને આવકારવા માટે તાનમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સીતાપુર નગર પાલિકા પરિષદ દ્વારા સમગ્ર શહેરને આકર્ષક સજાવટ અને રંગબેરંગી લાઇટોથી રોશન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, ચોકો અને જાહેર સ્થળોને ભવ્ય ડિજિટલ રોશનીથી શણગારવામાં આવ્યા છે, જેના કારણે રાત્રિના સમયે શહેરનો નજારો અદ્ભુત અને મનોહર દેખાઈ રહ્યો છે. તહેવારના આગમનને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નગર પાલિકાની આ સુંદર રોશની પહેલે બજારોમાં ઉત્સવની ચમક બમણી કરી દીધી છે.
જાહેરાત







