Video: દક્ષિણ ભારતને ન્યાય માટે દિલ્હીની મુસાફરીમાંથી રાહત આપવા સીએમ વિજયે પીએમ મોદીને લખ્યો પત્ર

સોર્સ: gstv

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ સ્થાપવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે તમિલનાડુમાં આ માગ છેલ્લા કેટલાય દાયકાઓથી પેન્ડિંગ છે અને સૌપ્રથમ 1980માં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ બંધારણની કલમ 130નો ઉલ્લેખ કરીને કહ્યું કે દક્ષિણ ભારતના લોકોને ન્યાય મેળવવા માટે દિલ્હી સુધી લાંબી મુસાફરી કરવી પડે છે. ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ સ્થાપવામાં આવે તો તમિલનાડુ સહિત દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોના લોકોને તેનો લાભ મળી શકે છે. તેમણે સંસદીય સમિતિની ભલામણો અને કાયદા પંચના અહેવાલોને ધ્યાનમાં રાખીને આ મુદ્દે ફરી વિચારણા કરવા વડાપ્રધાનને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે 2007માં સુપ્રીમ કોર્ટની ફુલ બેન્ચે ચેન્નાઈમાં બેન્ચ સ્થાપવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત