Video: કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અગ્નિપથ યોજનામાં મોટો ફેરફાર; તાલીમ લઈ રહેલા તમામ અગ્નિવીરો માટે નિયમિત સૈનિક બનવાનો માર્ગ મોકળો

નવા ફેરફાર મુજબ આ પ્રક્રિયા બે તબક્કામાં રહેશે. પ્રથમ તબક્કામાં અગાઉની યોજનાની જેમ ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ ૨૫ ટકા અગ્નિવીરોને મેરિટના આધારે કાયમી ધોરણે સામેલ કરાશે. જ્યારે બાકીના ૭૫ ટકા અગ્નિવીરોને હવે વધારાના બે વર્ષ માટે સેવામાં રહેવાની તક આપવામાં આવશે. જો તેઓ નિર્ધારિત માપદંડો પૂર્ણ કરશે તો તેઓ પણ સશસ્ત્ર દળોમાં નિયમિત સૈનિક તરીકે જોડાઈ શકશે. અગાઉ આ જવાનોને નિશ્ચિત આર્થિક પેકેજ સાથે સેવામાંથી નિવૃત્ત કરવામાં આવતા હતા. હાલ ત્રણેય સેનાઓમાં ત્રણ લાખથી વધુ અગ્નિવીરો તાલીમ લઈ રહ્યા છે, જેમાં આર્મીના અંદાજે 2 લાખ 80 હજાર જવાનો સામેલ છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અગ્નિવીરોના ભવિષ્યને લઈને મોટી રાહત મળી છે અને તેમના માટે સેનામાં કાયમી જોડાવાના દ્વાર ખૂલી ગયા છે.
જાહેરાત







